Tuesday 9 February 2016

26 januaary


     આજ રોજ  અત્રેની કાસીન્દ્રા કન્યા પ્રા.શાળા ખાતે 26 જાન્યુઆરી,પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામ-ધૂમ પૂરક કરવામાં આવી .જેનો વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
    સૌ પ્રથમ સવારે 7:15 કલાકે શાળા પ્રાંગણ થી પ્રભાતફેરીનું આયોજન થયું જેમાં ત્રીરંગી ટોપીથી શોભતાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે આખા ગામમાં સ્વંત્રતાના નારા લગાવી ગામ ગુંજવી દીધુ.
    પ્રભાતફેરી બાદ શાળા ના પ્રાંગણમાં ગામલોકો,વિદ્યાર્થીઓ, એસ.એમ.સી સભ્યો,સરપંચશ્રી તથા શિક્ષક સ્ટાફ ની ઉપસ્થિતીમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ ગામની ભણતી  દિકરી નિયતિ ભરતભાઈ ના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી.દિકરીને સન્માનવાનો આ અમુલ્ય પ્રસંગ હતો.
   આ કાર્યક્રમ બાદ તા.1 એપ્રિલ 2015 થી જાન્યુઆરી 2016 સુધી જન્મેલ દિકરીઓના વાલીઓ કે જેઓએ  દિકરીના જન્મને વધાવી લીધો તે બદલ એસ.એમ.સી સભ્યો દ્વારા  સ્મૃતિચિહ્ન નું અર્પણ કરવામાં આવ્યું સાથે સાથે તેઓ તેમની દિકરીને ખુબ-ખુબ ભણાવે તેવી રજુઆત પણ કરવામાં આવી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃત્તિક કાર્યક્રમની રજુઆત કરી જેમાં અભિનયગીતો,દેશભક્તિગીતો તથા વક્તૃત્વ સ્પર્ધાનો સમાવેશ થતો હતો.
   સાંસ્કૃત્તિક કાર્યક્રમ બાદ ગામના સરપંચશ્રી તરફથી આજ રોજ ધ્વજવંદન કરનાર ગામની ભણતી   દીકરી નિયતિ  ને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું જેને ગામલોકો એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું.
   ત્યારબાદ 26 જાન્યુઆરી અન્વયે યોજાયેલ નિબંધસ્પર્ધા,વક્તૃત્વસ્પર્ધા,ચિત્રસ્પર્ધામાં પ્રથમ થી તૃત્તિય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા આજના સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભાગ લેનાર  બાળકોને ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારાઇનામ વિતરણ કરાવવામાં આવ્યું.સાથ સાથે ઉપસ્થિત મહેમાનશ્રી ઓએ  દિકરી જન્મ અને દિકરીના શિક્ષણ વિષે પોતાના વિચારો રજુ કર્યા.ત્યારબાદ મહેમાનો પણ પોતાના ઉદબોધનો રજુ કર્યા.
   છેલ્લે શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત મહેમાનો ની આભારવિધિ કરવામાં આવી અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી.

1 comment:

  1. The email marketingBenFIT product is a list building software solution that automates the Buy gmail accounts of subscribers. Its goal is to enable a company to easily and quickly create, build, and maintain relationships with its list of subscribers. Its primary target market is the "netrepreneur" entrepreneur that has already made his fortune with an online business but is looking to do it even faster. The list of people interested in this is much larger than those who are merely "attempting" to make money online, and using a list to sell goods and services is an effective way to generate sales without ever having to face the prospect of actually making sales.

    ReplyDelete