Sunday, 24 July 2016

NEW K.K.SGRISHMOTSAVકાસીન્દ્રા  કન્યા પ્રાથમિક શાળા  તા-દસક્રોઈ
ગ્રીષ્મોત્સવ  આયોજન-૨૦૧૬
ક્રમ
તારીખ
વાર
સમય
પ્રવૃત્તિ
રિસોર્સ પર્સન
É
૨/૫/૨૦૧૬
સોમવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન-   અભિનય ગીત
 ભાવનાબેન મિસ્ત્રી

Ê


૩/૫/૨૦૧૬
મંગળવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન-  એક્સપોઝર  વિઝીટ  આરોગ્ય કેન્દ્ર
 રસિકભાઈ પટેલ

Ë
૪/૫/૨૦૧૬
બુધવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન-   ચાલો શીખીએ –એક મીનીટ ની પ્રવૃત્તિ- બાળવાર્તા
 ઉષાબેન  સોલંકી
Ì
૫/૫/૨૦૧૬
ગુરુવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન-  શાળા પુસ્તકાલય  ના પુસ્તક નું વાંચન- હેન્ડ  રાઈટીંગ  ઇમ્પ્રુવમેન્ટ-મહેદી ડિઝાઇનીગ
 નયનાબેન પટેલ

Í
૬/૫/૨૦૧૬
શુક્રવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન-   બાળરમત – ચીટક કામ –છાપકામ
 જયેશભાઈ પટેલ

Î
૯/૫/૨૦૧૬
સોમવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન-  માટી કામ-  રંગપૂર્તિ –બાળવાર્તા-
  કૈલાસબેન પટેલ
Ï
૧૦/૫/૨૦૧૬
મંગળવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન- ચિત્ર- સંગીત – અને  સ્પેલીગ અંતાક્ષરી- બાળમેળાની પ્રવૃત્તિઓ 
દક્ષાબેન મનાત
Ð
૧૧/૫/૨૦૧૬
બુધવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન- વિજ્ઞાન ના પ્રયોગો- કમ્પુટર ગેમ
 જ્યોતિબેન ઝાલા
Ñ
૧૨/૫/૨૦૧૬
ગુરુવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન- એક્સપોઝર  વિઝીટ  ગ્રામ પંચાયત- બાળકેન્દ્રી- ફિલ્મ
પ્રફુલભાઈ ગોહેલ
ÉÈ
૧૩/૫/૨૦૧૬
શુક્રવાર
૯-૦૦ થી
૧૧-૩૦
પ્રાર્થના-યોગ- શ્લોક ગાન- ઘડિયા ગાન
કાવ્યગાન- એક્સપોઝર  વિઝીટ  ગ્રામ પંચાયત- બાળકેન્દ્રી- ફિલ્મ
પ્રફુલભાઈ  ગોહેલ
શિક્ષક મિત્રો
મા. જીલ્લા વિકાસ અધિકારી શ્રી  તથા મા. જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ની સુચના  મુજબ અને
ઉપરોક્ત   આયોજન  મુજબ  દરેક શિક્ષક મિત્રોએ   બાળકોને  પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે.  શાળાનો સમય  દરરોજ  સવારે ૯-૦૦  થી ૧૧-૩૦   રહેશે.  બાળકોને  મધ્યાહન ભોજન  માં જમાડીને જ  ઘરે મોકલવા . દરેક  શિક્ષકો કે કરાવેલ  પ્રવૃત્તિઓનાં ફોટોગ્રાફ્સ-અહેવાલ  તથા  બાળકોની  સંખ્યા આચાર્ય શ્રી ને ફરજીયાત  આપવાના  રહેશે. ગ્રીષ્મોત્સવ દરિમયાન  મુલાકાત  લેનાર  અધિકારીને સંપૂર્ણ સહકાર આપવો.  આ અંગેની  સંપૂર્ણ  જવાબદારી  જેતે  દિવસ નાં  માર્ગદર્શક  શિક્ષક શ્રી  ની  રેહેશે.
આભાર........
                                                                           આચાર્યશ્રી
                                                                   કાસીન્દ્રા કન્યા  પ્રાથમિક  શાળા

Saturday, 7 May 2016

SISYVRUTI FORMET

શિષ્યવૃતિ માટે અંગ્રેજી માં માહિતી બનાવવા માટે

શિષ્યવૃતિ માટે અંગ્રેજી માં માહિતી બનાવવાની થાય છે.તમારા આખા તાલુકાની,ગ્રુપશાળાની કે શાળા ના બાળકોની તૈયાર એક્સલ ફોર્મેટમાં મેળવી શકો છો.
1.વિદ્યાર્થીનુ નામ
2.પિતાનુ નામ
3.માતાનુ નામ
4.જન્મતારીખ
5.ધોરણ
આ બધુ તૈયાર મળી જશે,તમારી મહેનત ઓછી થશે,,,નીચેની SSA વેબસાઇટ ની લીન્ક પરથી.

103.255.216.68

Tuesday, 9 February 2016

26 januaary


     આજ રોજ  અત્રેની કાસીન્દ્રા કન્યા પ્રા.શાળા ખાતે 26 જાન્યુઆરી,પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામ-ધૂમ પૂરક કરવામાં આવી .જેનો વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
    સૌ પ્રથમ સવારે 7:15 કલાકે શાળા પ્રાંગણ થી પ્રભાતફેરીનું આયોજન થયું જેમાં ત્રીરંગી ટોપીથી શોભતાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે આખા ગામમાં સ્વંત્રતાના નારા લગાવી ગામ ગુંજવી દીધુ.
    પ્રભાતફેરી બાદ શાળા ના પ્રાંગણમાં ગામલોકો,વિદ્યાર્થીઓ, એસ.એમ.સી સભ્યો,સરપંચશ્રી તથા શિક્ષક સ્ટાફ ની ઉપસ્થિતીમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ ગામની ભણતી  દિકરી નિયતિ ભરતભાઈ ના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી.દિકરીને સન્માનવાનો આ અમુલ્ય પ્રસંગ હતો.
   આ કાર્યક્રમ બાદ તા.1 એપ્રિલ 2015 થી જાન્યુઆરી 2016 સુધી જન્મેલ દિકરીઓના વાલીઓ કે જેઓએ  દિકરીના જન્મને વધાવી લીધો તે બદલ એસ.એમ.સી સભ્યો દ્વારા  સ્મૃતિચિહ્ન નું અર્પણ કરવામાં આવ્યું સાથે સાથે તેઓ તેમની દિકરીને ખુબ-ખુબ ભણાવે તેવી રજુઆત પણ કરવામાં આવી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃત્તિક કાર્યક્રમની રજુઆત કરી જેમાં અભિનયગીતો,દેશભક્તિગીતો તથા વક્તૃત્વ સ્પર્ધાનો સમાવેશ થતો હતો.
   સાંસ્કૃત્તિક કાર્યક્રમ બાદ ગામના સરપંચશ્રી તરફથી આજ રોજ ધ્વજવંદન કરનાર ગામની ભણતી   દીકરી નિયતિ  ને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું જેને ગામલોકો એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું.
   ત્યારબાદ 26 જાન્યુઆરી અન્વયે યોજાયેલ નિબંધસ્પર્ધા,વક્તૃત્વસ્પર્ધા,ચિત્રસ્પર્ધામાં પ્રથમ થી તૃત્તિય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા આજના સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભાગ લેનાર  બાળકોને ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારાઇનામ વિતરણ કરાવવામાં આવ્યું.સાથ સાથે ઉપસ્થિત મહેમાનશ્રી ઓએ  દિકરી જન્મ અને દિકરીના શિક્ષણ વિષે પોતાના વિચારો રજુ કર્યા.ત્યારબાદ મહેમાનો પણ પોતાના ઉદબોધનો રજુ કર્યા.
   છેલ્લે શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત મહેમાનો ની આભારવિધિ કરવામાં આવી અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી.